Shri Ramakrishna Ashrama, Rajkot

Free Books : Monastic Disciples Of Shri Ramakrishna

સ્વામી બ્રહ્માનંદ

શ્રીરામકૃષ્ણના ‘આઘ્યાત્મિક પુત્ર’ સ્વામી બ્રહ્માનંદે રામકૃષ્ણ સંઘનું સંચાલન સ્વામીજી પાસેથી સંભાળ્યું. તેઓ સંન્યાસી જીવન પૂર્વે રાખાલચંદ્ર ઘોષના નામે જાણીતા હતા. તેમનો જન્મ ૨૧ જાન્યુઆરી, ૧૮૬૩ના રોજ કોલકાતા નજીક સિકરા કુલિંગ્રામમાં થયો હતો. માઘ્યમિક શાળાના દિવસોથી નરેન્દ્રનાથના સંપર્કમાં આવીને સંનિષ્ઠ મિત્રો બની રહ્યા. શ્રીકાલીમાનાં કૃપા દર્શન દ્વારા શ્રીરામકૃષ્ણે એમને પોતાના ‘આઘ્યાત્મિક પુત્ર’ માન્યા. શ્રીઠાકુરની ગહન આઘ્યાત્મિક તાલીમ અને પ્રેમભરી કાળજીથી સ્વામી બ્રહ્માનંદને અનેક આઘ્યાત્મિક અનુભવો થયા. પોતાના ગુરુદેવની મહાસમાધિ પછી તેમણે વર્ષો સુધી પરિવ્રાજક રૂપે  તીર્થસ્થાનોની યાત્રા અને કઠિન તપશ્ચર્યા પણ કરી. પશ્ચિમમાંથી પાછા ફર્યા પછી સ્વામીજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી; અને ‘રાખાલ પાસે રાજ્યનું શાસન કરવાની ક્ષમતા છે’ શ્રીરામકૃષ્ણના એ કથનને યાદ કરીને સ્વામીજીએ એ સંસ્થાની જવાબદારી એમને સોંપી. તેઓ આઘ્યાત્મિકતાના શક્તિસ્રોત હતા. ગૂંચવણવાળી સમસ્યાઓને સહજભાવે ઉકેલવાની એમની ક્ષમતા અને કાર્યને સેવા સાથે વણી લેવાની શક્તિથી તેમણે રામકૃષ્ણ સંઘને વિકાસ અને મહિમાની નવી ઊંચાઈએ મૂકી દીધો. વ્યક્તિગત સંભાળ સાથે તેમણે કેટલાય  આઘ્યાત્મિક ઝંખનાવાળા જિજ્ઞાસુઓને આઘ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું. તેઓ કહેતા: ‘સ્વામીજીએ શ્રીઠાકુરને વિસ્તૃત પાયે સમગ્રવિશ્વમાં અભિવ્યક્ત કર્યા છે. પરંતુ એટલું ચોક્કસ જાણજો કે એમની વાણી અને ઉપદેશો અભિન્ન છે. સામાન્ય મનબુદ્ધિવાળા માટે મહામાનવ શ્રીરામકૃષ્ણને સમજવા ઘણા કઠિન છે. સ્વામીજીએ જ એમનાં જીવન અને સંદેશને સૌને માટે સમજી શકાય એવાં બનાવી દીધાં છે.’ ૧૦ એપ્રિલ, ૧૯૨૨ના રોજ સ્વામી બ્રહ્માનંદ મહાસમાધિ પામ્યા.

You cannot believe in God until you believe in yourself.- Swami Vivekananda

A few heart-whole, sincere, and energetic men and women can do more in a year than a mob in a century.- Swami Vivekananda

Arise ! Awake ! And Stop Not Till the Goal is Reached.- Swami Vivekananda

All power is within you, you can do anything & everything !- Swami Vivekananda

To be good & to do good, that is the whole of religion.- Swami Vivekananda

Purity, Patience & Perseverance are the three essentials to success, and above all Love !- Swami Vivekananda

Take the whole responsibility on your own shoulders, and know that you are the creator of your own destiny !- Swami Vivekananda

We are what our thoughts have made us, so take care about what you think.- Swami Vivekananda